રમત
રમત
1 min
13.8K
ચાલ ને માણસ માણસ રમીયે
એકમેકને જરા ઉકેલીયે
શરૂ બિંદુથી કરીયે
પુરુ વર્તુળે કરીયે
થોડા વિચારોમાં વિસ્તરીયે
થોડા આચારોમાં સંકોચાઈયે
કદીક પ્રકાશ થી સ્પષ્ટ
કદીક દીવા સમ અસ્પષ્ટ થઈયે
તળમાં અંધારું લઈ જિવીયે
ચાલને જિંદગીની રમત રમીયે
થોડા જિવ થઈયે
થોડા શિવ જેવું જિવીયે
થોડું રોજ મરી જઈયે
કદીક માનવ તો
કદીક ઈશ્વર થઈયે
ઘરથી સ્મશાન
સ્મશાનથી પર જઈયે
ચાલને રમતા રમતા
આ ગૂંચવણ ઉકેલીયે
