હવા એવી વહેતી
હવા એવી વહેતી
શ્વાસ સઘળા જાય ખેંચી,
છે હવા એવી વહેતી.
કાળની વેરાય રેતી,
કેટલી કરવી છે ભેગી.
પામવા આકાશને હું,
છું ગયો બેસી અઢેલી!
સાદું ને સીધું કહી દો,
રાખજો ના વાત ભેદી.
વાંક પણ તારો જ છે ને?
કેમ તું એ જાન રેડી!
શોધું છું પરદેશમાં પણ,
કે મળે તારી જ શેરી!
જો સમય થોડો મળે તો,
આ પથારો લઉં સમેટી.