STORYMIRROR

Jitendra Bhavsar

Inspirational

3  

Jitendra Bhavsar

Inspirational

દેખાય છે

દેખાય છે

1 min
27.9K


​​

​​

જે અહીં પળ વારમાં ​ દેખાય છે,

​એ પછી દૂર ભાગતા ​ દેખાય છે,

​ખુદના પણ તો પારકાં ​દેખાય છે,

"જેટલી અહીં ધારણા દેખાય છે,

એટલી ક્યાં શક્યતા દેખાય છે."

​રોજ તો તારા જ રૂપ ને ​ જોઉં ને,

​ભાન ભૂલી આજ મુજને ​જોઉં ને,

વાતમાં મારી હું તુજને જોઉં ને,

"આયનો આપો તો ખુદને જોઉં ને,

કાચમાં બીજા બધા દેખાય છે."

​​છે રહસ્યો બે'ક ગૂઢ, ના કહી શકું,

​કેટલી રહી હોય સુધ, ​ના કહી શકું,

​છેક બોલીને તો હું જ, ​ના કહી શકું,

"એમનું ચોક્કસ સ્વરૂપ​,​ ના કહી શકું,

દરવખત એ તો નવા દેખાય છે."

છે હવાનો સ્હેજ તુક્કો તે છતાં,

રોજનો તો થાય ભડકો તે છતાં,​​

અંદરોઅંદર જ સળગો તે છતાં,

"પારદર્શક હોય ફુગ્ગો તે છતાં,

ક્યાં આ ભીતરની હવા દેખાય છે."

​આરતી​માં ડોકિયું જયારે કરું,

​બંદગી​માં ડોકિયું જયારે કરું,

માનવીમાં ડોકિયું જયારે કરું,

"જિંદગીમાં ડોકિયું જયારે કરું,

તો મને તો બસ મઝા દેખાય છે."

શ્રી કિરણસિંહ ચૌહાણની ગઝલ પરથી તઝમીન


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational