કામો કરવા જઇએ
કામો કરવા જઇએ
હસવા જઇએ, રમવા જઇએ,
અઘરા કામો કરવા જઇએ.
હાથ મદદનો ધરવા જઇએ,
ના કે કોઇને નડવા જઇએ.
દરિયે ચાલો તરવા જઇએ,
ડુંગર ડુંગર ભમવા જઇએ.
લીલા ખેતર લણવા જઇએ,
રણમાં મૃગજળ ભરવા જઇએ.
મોબાઇલને હેઠો મૂકી,
બાગ-બગીચે ફરવા જઇએ.
જૂના પાત્રો બદલાયા છે,
તો વેશ નવો સજવા જઇએ.
જગ આખામાં વસવા જેવા,
ભારત દેશે વસવા જઇએ.