Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Abstract

3  

Shaurya Parmar

Abstract

દોસ્તીનો દાયકો

દોસ્તીનો દાયકો

1 min
6.9K

દાયકા પેહલા, બંજર જમીન પર
એકતા, વાહલના શબ્દો જેવા દાણા વેરાયેલા
વર્ષો વિતતા ગયા, ઋતુઓ બદલાતી ગઈ,
ઠંડી, ગરમી, વરસાદ,
એ સમયને સેહતા ગયા,
સારા કે નરસા વખતે એ,
સાથેને સાથે રેહતા ગયા,
ધીમે ધીમે તેમાંથી થયું એક મોટું વૃક્ષ,
અને એય કેવું !

વટ પડે એવો, ઘેઘૂર મજાનો વડલો,
સમયાનુસાર મૂળ ઊંડા ઊંડા ઉતરતા ગયા,
લાગણીના લીલા લીલા પાન,
વાહલની મોટી મોટી વડવાઈઓ,
અને ફળ રૂપી કેસરિયા ટેટા,
ઉપરથી આ સર્વેને ટેકો આપે,એવું મજબુત થડ,
સંપ એવો એ દાણામાં,
મુસીબતોને કહે, આવ અમારી સાથે લડ,
આજે દાયકા બાદ,
એ દાણા...

આબેદીનની એકતા,
વિક્ટરનો વાહલ,
શૌર્યના શબ્દો...
વાહલ ભરેલા શબ્દોની એકતા,
મૂળ વધતા ગયા,
લાગણીઓના લીલા લીલા પાન,
વાહલની વડવાઈઓ,
અને ઊગેલો એ ઘેઘુર વડલો....
એ અમારી ‘દોસ્તી’.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract