નક્કી છે
નક્કી છે
1 min
372
હું નથી દેવદૂત, માણસ છું નક્કી છે,
હું બચાવીશ પ્રાણ અનેક કર્યું આજ નક્કી છે,
વ્યવસાય નથી આ મારે મન સેવાનો ધર્મ છે,
બંદગી ન કર મારી માણસ છું નક્કી છે,
ઈશે દીધી કાબિલિયત તમ સેવા કાજ,
સેવા કરીશ પૂર્ણ મનથી કર્યું આજ નક્કી છે,
પડતી દશામાં દર્દીને પીડાતા રોજ જોઉં,
કાળજુ મારું પણ તૂટે માણસ છું નક્કી છે,
મોત સાથે મિત્રતામાં અમે આંખ મિચોલી રમીએ,
રોજ એને હરાવવામાં ક્યારેક હું પણ હારું નક્કી છે,