STORYMIRROR

Sonal Tailor

Others

4  

Sonal Tailor

Others

યાદોનો ઝરૂખો

યાદોનો ઝરૂખો

1 min
255

આવી વર્ષો બાદ હું એ જૂના ઘરના ઝરૂખે

જ્યાં વિતાવ્યું બચપણ ને રમ્યા ખૂબ હરખે,


દાદાજી આરામખુરશીમાં બપોરે બેઠા'તાં ઝરૂખે

શૈતાનોની ટુકડીએ ખલેલ પહોંચાડી આરામે,


સાંજ પડી ને ફરી બેઠા વાર્તા માણવા ઝરૂખે

કઈ વાર્તા કહેશે દાદી ઊઠી જિજ્ઞાસા હૃદયે,


રાતે કૉફી સાથે વડીલોની વાતો ગુંજે ઝરૂખે

ચંદ્ર સંગ ચાંદનીના મિલનનું દ્રશ્ય નિહાળ્યું ઝરૂખે,


યાદોનો પટારો ખોલ્યો આજે મેં ફરી બેસી એ ઝરૂખે

થતાં મોટા કેમ વિસરાયો સમય ને ફક્ત યાદો છે ઝરૂખે.


Rate this content
Log in