STORYMIRROR

Sonal Tailor

Inspirational

4  

Sonal Tailor

Inspirational

અવર્ણનીય થઈ જાશે

અવર્ણનીય થઈ જાશે

1 min
334

કરશે પ્રેમ નિઃસ્વાર્થથી, તો પ્રેમ અવર્ણનીય થઈ જાશે

ખુશ્બુ દિલથી માણશે, તો ફૂલ અવર્ણનીય થઈ જાશે,


જીવનની મોહજાળમાં ફસ મા, મોજ વિખૂટી થઈ જાશે

મોહજાળ તોડી તું ઈશને મળ, મનુ ધન્ય થઈ જાશે,


ડગ ભર તું હિંમતથી, ચઢાણ આસાન થઈ જાશે

તપે જો કંચન લાલચોળ, ચમક અવર્ણનીય થઈ જાશે,


સત્કર્મનો તું કર નશો, એ જીવન જામ થઈ જાશે

જીવનાં પળે પળના શ્વાસ ધન્ય, સરેઆમ થઈ જાશે,


રોશની કર વિશ્વાસથી, દિપક- જ્યોત પ્રજ્વલિત થઈ જાશે

એ વિશ્વાસની રોશનીથી, જીવન અવર્ણનીય થઈ જાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational