જીવન રંગ
જીવન રંગ
1 min
290
રંગ રંગથી રંગી છે દુનિયા કહો કયો રંગ ખૂટે છે ?
જે નથી ધર્યો તમે મનમાં બસ એ રંગ ખૂટે છે,
કશે ખૂટે છે પ્રેમ- દયા ને કશે માનવતાનો રંગ ખૂટે છે,
નિષ્ઠુર જગમાં નિષ્કામ નથી માનવ ને માનવતાનો રંગ ખૂટે છે,
કશે ખૂટે છે સત્ય-અહિંસા ને કશે સાદગીનો રંગ ખૂટે છે,
અસત્યની વેલી ચડતો માનવ ને સત્યનો રંગ ખૂટે છે,
નથી મળતા સાતે સુખ માનવ ખૂટતો રંગ જ જીવન છે,
મળ્યા સંબંધ રંગ સાચવી તું જાણે તો ઊડતા રંગ જ જીવન છે,
માનવતા મહી મનમાં રાખે તો જીવનમાં રંગ અખૂટ છે,
પ્રેમ, વિશ્વાસ, કરુણા, દયા જો શબ્દ રંગ અખૂટ છે,
