પ્રેમ પ્રાંગર્યો હતો
પ્રેમ પ્રાંગર્યો હતો
વાલમ...એક નજર જોઈ તને;
પ્રેમ પ્રાંગર્યો હતો...
વાલમ..તારી વાતોને વાગોળતાં વાગોળતાં;
પ્રેમ પ્રાંગર્યો હતો...
વાલમ..તારા આવવાથી, હું લાગી ખીલવા;
ત્યારે પ્રેમ પ્રાંગર્યો હતો...
વાલમ..તારા સ્પર્શમાં સંભળાતી હતી વાંસળી;
ત્યારે પ્રેમ પ્રાંગર્યો હતો...
વાલમ...એકબીજાના સાથી બન્યા;
ત્યારે પ્રેમ પ્રાંગર્યો હતો...
વાલમ...સંસાર જીવનના વિહારી બન્યા;
ત્યારે પ્રેમ પ્રાંગર્યો હતો...
વિશ્વાસ તે તોડ્યો મારો; અડધી જિંદગી સંગે રહ્યો;
એ વિચારે તારા પર પ્રેમ આવ્યો હતો...
'ધરા'પર ઢાળી માથું રડી, તું છો જીવનમાં ખુશ;
એ જોઈ પ્રેમ આવ્યો હતો.

