કંડારતા રહેજો...
કંડારતા રહેજો...
ડૂબી છું મઝધારે તરતાં શીખવતાં જજો;
જીવનમાં વ્હારે તમે વારંવાર આવતાં રહેજો !
ચીલો ચાલુ છે મનુષ્યમાં સીધા પ્રવાહનો;
ક્યારેક નદી બની વળાંક...તમે વાળતાં રહેજો !
તમારા મનને મનાવતાં સમજાવતાં;
બીજાનાં સ્વભાવને સ્વીકારતાં રહેજો !
રંગો છે જીવનમાં ઘણાં બધાં;
પ્રેમરૂપી રંગ સંબંધમાં ચીતરતાં રહેજો !
ભૌતિકતાથી મળે છે સુખ ઘડીકનું;
મનમાં આનંદ અનુભવી સુખને માણતાં રહેજો !
મન થાય છે બગલાને તરતાં જોઈ તરવું;
તમે અંત: અનુભૂતિના શબ્દો તરાવતાં રહેજો !
નથી મળતો આનંદ યાંત્રિક શબ્દોમાં;
ક્યારેક હસ્તલીખિત તમે લખતાં રહેજો !
અહીં થાય છે શબ્દો રૂપી શણગાર;
ક્યારેક ભાવને કલમથી કંડારતા રહેજો !
