કરેલા કર્મો નડે છે
કરેલા કર્મો નડે છે
રંક જન બિચારા ભૂખે મરે છે,
ને અમીરોને ત્યાં દીવા બળે છે,
આલીશાન બંગલા ખાલી રહે છે,
ને કેટલાક બેઘર થઈ ટળવળે છે,
ગુંડા મવાલી કેવા જલસા કરે છે,
ને નીતિવાન માણસ દુ:ખે મરે છે,
મહાન માનવ નમ્ર થઈને રહે છે,
ને ઘમંડી ખુદ ખુદા થઈને ફરે છે,
આમ આદમી રાત દિન રળે છે,
ને આખલાઓ ખેતર ચરી વળે છે,
એ કહે છે, સાથે ક્યાં કંઈ આવે છે,
ને એ જ હાય હાય કરતા ફરે છે,
કરેલ કર્મો અહીં જન જનને નડે છે,
ને એજ 'વાલમ' ભોગવવા પડે છે.
