દીકરી અમારી થઈ ગઈ
દીકરી અમારી થઈ ગઈ
લક્ષ્મી તરીકે દીકરી જન્મી હતી જ્યારે તું,
ત્યારે જ મારી એક ઈચ્છા પૂરી થઈ ગઈ.
સંસ્કાર અને શિક્ષણની ડિગ્રી અપાવી,
એટલામાં જ તું સમજદાર થઈ ગઈ.
બીજી તો અનેક ઈચ્છાઓ બાકી હતી,
એટલામાં જ દીકરી તું મોટી થઈ ગઈ.
હજી તો જાણે સપનું જ લાગે છે મને,
એટલામાં તું પરણીને ચાલતી થઈ ગઈ.
ખરેખર જ્યારે કહીશ વેવાઈ અને વેવાણને,
મારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ.
વિશ્વાસ છે મને તેઓ હસતા હસતા કહેશે,
તમારી લાડલી હવે દીકરી અમારી થઈ ગઈ.
