તારી યાદ આવી
તારી યાદ આવી
અષાઢી મેઘની થઈ ગર્જના ને તારી યાદ આવી
થયો વીજળીનો ચમકારો ને તારી યાદ આવી
રીમઝીમ રીમઝીમ શરૂ થયો ને તારી યાદ આવી
થયો એક એક બુંદનો સ્પર્શ ને તારી યાદ આવી
થયું નભમાં મેઘધનુષ્ય તાંડવ ને તારી યાદ આવી
રહી ગઈ તું ઘરે, કરવું શું મારે ? તારી યાદ આવી
તારા જેવી જ બે ચાર જોઈ ને તારી યાદ આવી
નજર બગાડીને પણ શું કરું ? તારી યાદ આવી
એકલો નીકળ્યા પછી અધ-રાહે તારી યાદ આવી
તારા વિના હવે ન નીકળું એવી તારી યાદ આવી
ભીંજાઈ ગયો 'વાલમ' પૂરેપૂરો ને તારી યાદ આવી
અરે ! ઓ મારી 'છત્રી' વર્ષણમાં તારી યાદ આવી
