STORYMIRROR

Bharat Parmar

Inspirational

3  

Bharat Parmar

Inspirational

મંદિરની માયા

મંદિરની માયા

1 min
5

પથ્થરની મૂર્તિ પર સોનાનાં ઘરેણાં લટકે છે,

ને મંદિરની બહાર બિચારા તરસ્યા ભટકે છે,


છપ્પન ભોગને માંઘેરા વસ્ત્રો કેટલા બગડે છે,

ને મંદિરની બહાર ભૂખ્યા માનવ ભટકે છે,


રેશમી શાલ ને મખમલની ચાદરો ઢગલે ખટકે છે,

ને મંદિરની બહાર જુઓ તવંગર ઠંડીથી થથરે છે,


મજૂરીના નાણા આપતાં જીવ તમારો અટકે છે,

ને મંદિરના નિર્માણમાં લાખો રૂપિયા લખવે છે,

 

મા-બાપ બિચારા અનાથાશ્રમમાં ભટકે છે,

ને મંદિરની બાધામાં ઈશ્વરને શોધવા રખડે છે,


ચોરીને હરામનું ખાતાં જરાય ક્યાં અટકે છે,

ને મંદિરની માયામાં 'વાલમ' થઈને ભટકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational