STORYMIRROR

Bharat Parmar

Inspirational

3  

Bharat Parmar

Inspirational

સરકારી શાળા

સરકારી શાળા

1 min
11

તમારી ખાનગી શાળામાં તો જુઓ કેવો ખેલ હોય છે ?

અમારી શાળામાં ગરીબ ને અમીરનો ક્યાં ભેદ હોય છે,


તમારી જેમ સૂટ-બૂટને ટકાનો ક્યાં મોહ હોય છે ?

અમારી શાળામાં તો સૌ ભણે એ જ ધ્યેય હોય છે,


તમારી જેમ પુસ્તકયા જ્ઞાનનો ક્યાં લોડ હોય છે ?

અમારી શાળામાં તો મૂલ્ય શિક્ષણનો મોલ હોય છે,


તમારી જેમ ક્લાસિસમાં ક્યાં દોડમદોડ હોય છે ?

અમારી શાળામાં તો જુઓ વર્ગ એ જ સ્વર્ગ હોય છે,


તમારી જેમ અમારે વાલી મિટિંગની ક્યાં જરૂર હોય છે ?

અમારી શાળામાં તો દરેક શિક્ષક અમારા વાલી હોય છે,


તમારી જેમ અમારે જાહેરાતની ક્યાં જરૂર હોય છે ?

અમારી શાળામાં તો મફત અને ખુલ્લો પ્રવેશ હોય છે,


તમારી જેમ અમારે ભણતરનો ક્યાં ભાર હોય છે ?

અમારી સરકારી શાળામાં તો જીવનનો સાર હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational