ચાલને ઊંચી ઉડાન ભરી લઈએ
ચાલને ઊંચી ઉડાન ભરી લઈએ
ચાલોને ઊંચી ઉડાન ભરી લઈએ,
સપાનાંઓનું એક જહાન ઊભું કરી લઈએ,
એકલાથી નહીં મળે મંઝિલ,
ચાલો સાથે મળી ડગર પાર કરી લઈએ,
નિષ્ફળતાના ડરને મનમાંથી કાઢી નાખીએ,
આત્મવિશ્વાસમાં આપણે વધારો કરી લઈએ,
શું તારું ને શું મારું, ચાલ સાથે મળી આપણે
ચાલ સફળતાની ડગર પાર કરી લઈએ,
વિચારો કરવાથી ફક્ત શું વળે ?
ચાલ લીધેલા નિર્ણયોને અમલમાં મૂકી દઈએ,
ચાલને ઊંચી ઉડાન ભરી લઈએ,
સફળતાનું એક નવું જહાન બનાવી લઈએ.
