સવાલ
સવાલ
ઘણા સવાલ ઊઠશે મનમાં,
ઘણા મેણાં મળશે જીવનમાં,
કરજે તું તારી દરેક ફરજ પૂરી,
મારજે તું તારી હરેક ગરજ,
રાખજે દરેક સમયનું તું માન,
હરખમાં ન આવે અભિમાન એનું રાખજે તું ધ્યાન,
આવશે ઘણી અણગમતી પળો પણ જીવનમાં,
કરજે સ્વીકાર તું એ દરેક પળનો,
ચાલે જ્યાં સુધી શ્વાસ તારા,
ઊઠશે ઘણા સવાલ મનમાં.
