STORYMIRROR

Saini Nileshkumar

Inspirational

3  

Saini Nileshkumar

Inspirational

વિચલિત મન મારું

વિચલિત મન મારું

1 min
294

ના જાણે ક્યાં ઘૂમ્યા કરે,

વિચલિત મન મારું વિચારોમાં રમ્યા કરે,


વાગોળી પ્રબળ કરે ભૂતકાળને મારાં,

ઝાંકી ભવિષ્યમાં વર્તમાન મારું નિર્બળ કરે,

વિચલિત મન મારું વિચારોમાં રમ્યા કરે,


લગાવી આ આશા લાગણીની,

જાતે જ દુઃખ ને નોતર્યાં કરે,

વિચલિત મન મારું વિચારોમાં રમ્યા કરે,


રાખી રાગ - દ્વેશ,

મન મારું ચર્ચા કરે હજાર,

ના જાણે ક્યાં ઘૂમ્યા કરે,

વિચલિત મન મારું વિચારોમાં રમ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational