STORYMIRROR

Saini Nileshkumar

Inspirational

3  

Saini Nileshkumar

Inspirational

મને મારી સાથે રેહવું ગમે છે

મને મારી સાથે રેહવું ગમે છે

1 min
164

મને મારી સાથે રહેવું ગમે છે

આંખ બંધ કરી મારી ચિંતા ને ચિતા બનાવવી ગમે છે,


ક્ષણભર છે આ ક્ષણ પણ એવું જાણી મને દુઃખમાં પણ જીતવું ગમે છે,


સૂર્યોદયના કિરણો મારાં દેહ પર પડતા મને પ્રકૃતિમાં રહેવું ગમે છે,


કહે બીજા મને એકલાપણું ગમે છે હું કહું મને મારો સાથ ગમે છે,


રાતમાંથી સવાર થતા જોઈ મને જીવનનું આ ચક્ર સમજવું ગમે છે,


ભૂતકાળને ભૂલી ભવિષ્યને દોરી મને વર્તમાનમાં રહેવું ગમે છે,


સ્વીકારી ભૂલો મારી હજાર, સ્વીકારી દરેક ક્ષણના મારાં વિચાર,

મને મારી સાથે રહેવું ગમે છે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational