STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

આન બાન શાન

આન બાન શાન

1 min
228

મા ભારતીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવ્યો છું

આંખોમાં ઉલ્હાસ ને હૈયે શાતા ભરવા આવ્યો છું,


ધરતીના રુંવાડા જાણી પુલકીત થયા છે આજે,

આઝાદીના અમૃતને રક્ત બુંદ ધરવા આવ્યો છું,


દૈવત્ત્વ જેવું કંઈક છે મા ભારતીની કોખમાં જ

કુમારિલની જેમ હસતાં મુખે બળવા આવ્યો છું,


તિરંગાનો રંગ જાણી ઉમંગ છલકાણો ત્યારથી

રોમ રોમ નાચે ને હૈયાથી સલામ કરવા આવ્યો છું,


આન બાન શાન આજે પણ અલગ રહી છે જગતમાં,

તારા જ નામે તારા જ કામે શહીદી લડવા આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational