STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

વિજ્ઞાન કથા કે શોધ

વિજ્ઞાન કથા કે શોધ

1 min
239

વિજ્ઞાનને કથા કહું, કળા કહું કે આશીર્વાદ કહું,

જીવનને જીવનની દરેક પળમાં એના વિના કેમ રહું,


ઉપગ્રહ છોડી શકું છું પણ પૂર્વગ્રહ નથી છોડી શકતો,

સાથ જોઈએ છે બીજાનો છતાંય એકલતાએ રહું,


ટેકનોલોજીનો ગુલામ બનીને બેસી રહ્યો છું,

ને બીજાને શિખામણનાં નામે સલાહ સૂચન કહું,


મંદિરની ભક્તિ હવે યંત્રોમાં વેચાઈ રહી છે,

શ્રદ્ધા ખોવાઈ ગઈ છે હું અંધશ્રદ્ધામાં અટવાઈ રહું,


વિજ્ઞાનની કથાઓ ચોપડામાં મઢાઈને રહી ગઈ છે,

જગત ના સમજે ઋષિઓનો રાહ તો કોને કહું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational