STORYMIRROR

Jn Patel

Romance

3  

Jn Patel

Romance

દ્વન્દ્વ

દ્વન્દ્વ

1 min
174

કંઈક અનેરા સૂર વહ્યા છે આપણી વચ્ચે,

દિલના દરવાજા ખૂલ્યા છે આપણી વચ્ચે,


ઉષ્મા અંગોની ને અધિરાઈ અધરની છે,

હોઠ પછી શ્વાસ ભળ્યા છે આપણી વચ્ચે,


કડકડતી ઠંડીમાં પણ વરસ્યો છું આજે,

તોફાની ચુંબન ખર્યા છે આપણી વચ્ચે,


સારસની જોડી પણ ઝંખે છે આઝાદી,

જંગ ભલેને છેડાયા છે આપણી વચ્ચે,


પાઘ હવે ભીંજાણી ને કાચળી વીખાણી,

સિસકારા જાણે ગરજ્યા છે આપણી વચ્ચે,


વક્ષ ભીડે બેડી જાણે કેદી પકડાયો,

પિસ્તોલ ભરીને ઘેર્યા છે આપણી વચ્ચે,


રણશિંગા ફૂંકાયા, દ્વન્દ્વ ખેલાયો છે,

દુશ્મન સૌ આજે હાર્યા છે આપણી વચ્ચે,


અંતરમાં પથરાણી બુંદ પરાકાષ્ઠાની,

માદકતાના પૂર વહ્યા છે આપણી વચ્ચે,


સંભાળી લેજે આ પળની સાથે યાદો,

ભાવ જગતમાંથી ભર્યા છે આપણી વચ્ચે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance