STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

શું ખોયું શું લાવ્યા

શું ખોયું શું લાવ્યા

1 min
285

પરબના પાણી પડીકે લાવ્યા,

ગાય ગઈ ને થેલીઓ લાવ્યા.


રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા,

મિત્રોના બદલે મોબાઈલ લાવ્યા.


ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા,

વોકની જગ્યાએ વોકર લાવ્યા.


મંદિરો મેલી મલ્તિપ્લેક્ષમાં ભાગ્યા,

રમતો વિસરાઇ કમ્પ્યુટર લાવ્યા.


શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા,

માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા.


ગામડા હવે શહેરમાં ભાગ્યા,

પૌરાણિક ભૂલી આધુનિકરણ લાવ્યા.


ઘરની જગ્યાએ મકાન બાંધ્યા,

માતાની બદલીમાં, આયા લાવ્યા.


પાણીયારા ગયા ફિલ્ટર લટકાવ્યા,

ખીચડી ખોવાઇ હવે મેંઘી લાવ્યા.


"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા,

કોને ખબર શું ખોયું ને શું લાવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational