STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

શું બનું સ્વપ્ન કે હકીકત

શું બનું સ્વપ્ન કે હકીકત

1 min
144

શબ્દોને ક્યાં ખબર કે તે સર્યાને ફરિયાદ બની,

અશ્રુને ક્યાં ખબર કે તે વહ્યા'તાં વરસાદ બની,


મળ્યાં'તાં તમે જાણે કોઈ સ્વપ્નમાં સ્વપ્ન બની,

તમે તો ભૂલી પણ ગયા બસ એક અણસાર બની,


આશ્ચર્ય તો એ કે કોઈને કાંઈ સમજ જ ના પડી,

મનમાં ને મનમાં ઘૂટતાંં રહ્યા અવસાદ બની,


કોઈને કાંઈ કહેવાની જરૂર જ મને ના લાગી,

બસ પ્રયત્ન પર પ્રયત્ન કરતો રહ્યો નાકામ બની,


હવે સમજાયું આ "જગત"માં કેમ નથી આવતો એ જગદીશ,

એ પણ દાઝ્યો હશે ક્યાંક અવતાંર બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational