STORYMIRROR

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
269

ઝરમર ઝરમર વરસતો વરસાદ એટલે પ્રેમ,

વસંત સાથે નવી કુપણો ડોકીયા કરે એટલે પ્રેમ.


ગોધુલી ઉડે ને બને એ પાંડુરંગ એટલે પ્રેમ,

મીરાની ભક્તિ ને રાધાની પ્રિતી એટલે પ્રેમ.


વિંધાયેલી વાંસ તોય અંતરમાં મીઠાસ એટલે પ્રેમ,

કિનારા છલોછલ ને અંતરમાં પ્યાસ એટલે પ્રેમ.


બંધ આંખે કાનમાં થતું મીઠું ગુંજન એટલે પ્રેમ,

ભરી મેદનીએ તાલબધ્ધ પડતો સૂર એટલે પ્રેમ.


પરમાનંદ નીજાનંદ. આનંદની તૃપ્તિ એટલે પ્રેમ,

"જગત" આખું પ્રેમ કરવા જેવું લાગે, તે એટલે પ્રેમ.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational