STORYMIRROR

Jn Patel

Inspirational

3  

Jn Patel

Inspirational

કોશિશ

કોશિશ

1 min
190

નિશાકરની નિરાંત સૌ કોઈ ચાહે છે,

ક્યારેક રવિને ચાહવાની કોશિશ તો કરો,


સુખ દુઃખ તો જગદીશની દેન છે,

ક્યારેક આભાર કહેવાની કોશિશ તો કરો,


પ્રેમમાં ક્યાં સૌને સફળતા મળે છે ?

ક્યારેક જે મળ્યું એ માણવાની કોશિશ તો કરો,


વાયદા કરી કોણ વચને બંધાય છે ?

ક્યારેક સત્ય સ્વીકારવાની કોશિશ તો કરો,


જાણું છું વિના પાંખે ઊડાડે છે આ પ્રેમ,

ક્યારેક હકીકતમાં જીવવાની કોશિશ તો કરો,


મોહ છે કે ચાહના આ વિદેશી ધરાની,

ક્યારેક ભારતીય છું એ ગર્વની કોશિશ તો કરો,


"જગત"માં મારું મારું કહેનારા ઘણા છે,

ક્યારેક આપણું બોલવાની કોશિશ તો કરો.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational