ચાલ બુંદને મોતી બનાવી લઈએ
ચાલ બુંદને મોતી બનાવી લઈએ
ચાલ આંખોમાં નવાં સપનાં સજાવી લઈએ,
આ સમયની વહેતી ધારમાં ઉદાસી આપણે વહાવી દઈએ,
વહેતો જાય છે આ સમય પાણીની જેમ,
પૂર પહેલા પાળ આપણે બનાવી લઈએ,
ડગર પર કંટક ભરેલી વાડ છે ચારો તરફ,
ચાલ તેના પર ફૂલો આપણે પથરાવી દઈએ,
હિંમત ના હાર તું હોંસલો રાખ,
ના મળે રસ્તો તો, પણ કેડી બનાવી લઈએ,
મળ્યો છે મોંઘામુલો મનુષ્ય અવતાર તો,
સઘળા મનુષ્યને અપનાવી લઈએ,
આથમી ગયેલો સૂરજ કાલે ચોક્કસ ઊગશે જ,
મળી જે પળ, એમાં ભાગ્યનો સિતારો ચમકાવી લઈએ,
ભૂતકાળને ભૂલી, ભવિષ્યનો બનાવી લે તું પ્લાન,
જાતને ઓળખવા ચંચળ મનને પટાવી લઈએ,
ભલે આવે અશ્રુઓ હજાર આ આંખોમાં,
દરેક બુંદને મોતી સમજી, જીવન સજાવી લઈએ.
