ધરતીની રુવાંટી
ધરતીની રુવાંટી
આભ વરસ્યો ધમધોકાર,
બન્યો ધરાનો એ પ્રાણ,
ચોતરફ મહેકે માટી,
ચમકે ધરતીની રુંવાટી,
ખીલે નિત - નવા ઉપવન,
છલકે જોઈને મારું મન,
આ તો મા તણી છે માટી
મારી ધરતીની છે રુંવાટી,
જ્યારે યુધ્ધો બેબાક થાય,
અઢળક લોહી છલકાઈ જાય,
રડતી દરેક આંખ રાતી,
ભીંજે ધરતીની રુંવાટી,
કોઈ પર અત્યાચાર જો થાય,
અંગમાં અરેરાટી વ્યાપી જાય,
મસ્તક વિચારે ફાટી જાય,
ઊંહકારો ભરતી ધરતી જાજી,
સ્વતંત્રતા ને પ્રજાસત્તાકનાં,
એક દિવસના પ્રેમે પૂજાતી,
જોઈને વિખરાયેલા ધ્વજો ખુદ પર,
આક્રંદ કેટલો કરતી,
એના આંસુ લાગે ઝાકળ,
જો કોઈ સમજે એને આગળ,
તોય આશિષ સદાય ઢાડતી,
આછે ધરતીની રુવાંટી,
મારી મા ભોમની રુંવાટી.
