અનંત કોટી અવતારી
અનંત કોટી અવતારી
આવ્યો જન્મોત્સવ મારા અનંતકોટી અવતારીનો,
સર્વે ગુણે સંપન્ન એવા અનંતના અવકાશીનો,
શીખવ્યો એમણે પાઠ સૌને, પરસ્પર સમભાવનો,
અભિષેક કરાવ્યા નીલકંઠના એમણે ભાવ રાખી પરિવારનો,
સંપ્રદાય એમનો એવો ઉચ્ચ વિચાર ભાવનો,
એક મોતીની માળે પરોવ્યા, સ્વામિનારાયણ પરિવારને,
સંત શિરમણી સ્વામી એ બન્યા, દેશ વિદેશમાં તારા ચમક્યા,
ડંકો વગાવ્યો એમણે ચોફેર, BAPS પરિવારનો,
અવસર ઉજવીએ મળીને એમના અનંતના અવકાશનો,
આવ્યો જન્મોત્સવ મારા અનંતકોટી અવતારનો.
