એક પ્રવાસ એવો
એક પ્રવાસ એવો
પ્રવાસ હોય એક એવો,
જેમાં બેહિસાબ ખુશી,
અઢળક ફરિયાદો,
ખાટી મીઠી યાદો,
અંત વગરનો રસ્તો,
એમાં ચહેરો તારો હસતો,
હાથોમાં હાથ તારો,
પગે પડે પડછાયો તારો,
ઊંઘવા માટે બાંહ તારી,
ને વિસામે હોય ખભો તારો,
બસ જોઈએ જીવનમાં,
એક પ્રવાસ આવો.

