ઈશ્વર છે
ઈશ્વર છે
દર્દ પણ આપશે, ને છૂપી દવા પણ આપશે,
એ ઈશ્વર જ છે, જે સમય રૂપી સલાહ પણ આપશે,
છે કોણ તારુ, કોણ થાશે પારકું પારખવા એને,
એ તને, દર્દોના ઢગલા પણ આપશે,
જે રહે સાથે, ને આપે કડવા વેણ તણી દવા,
એજ બનશે હમસફર, એવી હવા પણ આપશે,
મીઠી વાણી બોલશે, ને કરશે કાલાવાલા,
એનાથી દુર રહેવાની સલાહ પણ આપશે,
લોહીના સંબંધ પણ ક્યારેક થાય છે પારકા,
એ બની દોસ્ત તુજને, ખુદની મિસાલ પણ આપશે,
રાખવા શ્રધ્ધા એનામાં, એ અગણિત કસોટીઓ લાવશે,
પાર ઉતારવા એ તુજમાં, ફળ ધીરજના પણ આપશે,
દર્દ પણ આપશે, ને છૂપી દવા પણ આપશે,
એ ઈશ્વર જ છે, જે સમય રૂપી સલાહ પણ આપશે.
