કાન્હા સાથે ડેટ
કાન્હા સાથે ડેટ
ચાલને મારા કાન આજ તને હું ડેટ પર લઈ જાઉં,
મસ્ત મજાની રોમેન્ટિક ડેકોરેશન હું યમુના તટે કરાવું,
હાથોમાં હાથ નાખી યમુના કાંઠે છબછબિયા કરાવું,
આંખોમાં આંખો પરોવી તારુ સ્નેહ મિલન હું પામું,
સ્પર્શ તારો સંજીવની સમાન પામી હું અમર થઈ જાઉં,
મોરલી તારી મધુર સુણી હું ભાન ભૂલી જાઉં,
આપણી અનેરી આ ડેટ પર હું ન્યોછાવર થઈ જાઉં,
વગર બોલે તું સાંભળે મને એમ તુજમાં ખોવાઈ જાઉં,
આ ક્રિષ્ના થઈ ગઈ કૃષ્ણમયી ધન ભાગ સમરતી જાઉં,
ચાલને મારા કાન આજ તને હું ડેટ પર લઈ જાઉં.

