STORYMIRROR

Alpa Bhadra "krishna"

Children Stories Classics

4  

Alpa Bhadra "krishna"

Children Stories Classics

યાદોની માલગાડી

યાદોની માલગાડી

1 min
240

આજ બેઠી હું નવરી જરાક ને, ખોલ્યું કબાટ પુરાણું,

એમાં મળી પોટલી એક સાચવેલી, થોડી જૂની પણ મજાની,


અલક મલકનાં ફોટા એમાં, જાત જાતની વાતો,

આપણે સાથે ગાળેલા સમયની, મસ્ત મજાની યાદો,


ખાવું પીવું સંગે કરતા, ભણવા કરતાં વધારે રખડતા,

કરી એકબીજાની મસ્તી, આપણે ખોટે ખોટા લડતા,


થોડા દિવસનાં અબોલા તારા, મને કાંટાની જેમ ચુભતા,

કરું બીજાઓને રાવ તારી, એ સૌ તને ખટક્તા,


યાદોની તારી માલગાડી,આજ નોન સ્ટોપ જાય છે,

કહું એને થોભી જા જરા, હજુ તો દોસ્તીનો દિવસ આવે છે.


કેવી મોટી મજાની કેડબરી ને રૂ જેવો પોચો ટેડી,

તે કહ્યું ચલ આજ બંક કરીએ,ને હું તો થય ગયી રેડી,


સફર એ આપણી દોસ્તીનો, આજીવન અમૃત સમાન છે,

ભલે આપણે દુર હોઈએ કે પાસ, પણ આમાં હજુ શેરડી સમ મીઠાશ છે.


Rate this content
Log in