અનરાધાર
અનરાધાર
હું તરસું છું મબલખ મુજ મહી,
તું આમ વાંછટ આપીને ધીમું ના મલક,
હું વૈશાખી ધરા માફક તરસું,
તું જેઠીલો મેઘ બની તો વરસ,
હું તો બની છું અષાઢી ઢેલડી,
તું શ્રાવણિયો મોરલો બની અખાડો કરી ખલક,
હું ભાદરવે જોઉં વાટ્યું તારી તરસે નયને,
તું ભર ભાદરવે હવે તો અનરાધાર વરસ,
નયનને મારા તને દેખવાની લાગી છે તરસ,
બુઝાવવા મુજ નયનની તરસ, મારા વ્હાલા,
હવે તો તું અનરાધાર વરસ.

