એક દાદા ને બા
એક દાદા ને બા
એક દાદા ને બા હાથોમાં હાથ રાખી ઢળતી સાંજે કંઈક જાય છે,
ઉંમર પણ ઢળતી ને સાંજ પણ ઢળતી છતાં હૈયામાં હેત દેખાય છે,
હાથમા કરચલીઓ મોઢે પણ કરચલીઓ આ કરચલીઓ શરીરે શોભાય છે,
એક આ ભવ ને કેટકેટલા અનુભવ આ કરચલીઓથી જોવાય છે,
માથાના વાળ થયા ધોળા ધોળા ને વળી કમરથી એ ઝૂકી જાય છે,
દિવસો વીત્યા ને વર્ષો વીત્યા ને એની યાદો અહીં મૂકી જાય છે,
હસતા હસતા એ વાતો કરતા હળવે હળવેથી હરખાય છે,
જીવન મરણ વચ્ચે ઝૂલતી આ જીંદગીમાં પ્રેમ અનેરો પરખાય છે,
એકીટશે એ જોતા જોતા મનમાં કવિતા નવી રચાય છે,
આનંદ એવો ને ઉમંગ એવો કે આ કાવ્ય મિત્રો સમક્ષ મૂકાય છે.