"ઈશ્વરની મીઠી નજર હોય છે".
"ઈશ્વરની મીઠી નજર હોય છે".
જિંદગીમાં એજ થાય છે જે ઈશ્વરને મંજૂર હોય છે,
ક્યારેક આદમી બિચારો સાવ બેકસુર હોય છે.
આ જિંદગી ક્યાં માનવીઓની ઈચ્છા પ્રમાણે ચાલે !
માનવી તો કિસ્મતના હાથે મજબૂર હોય છે.
ક્યારેક પોતાની પ્રિય વ્યક્તિથી લાખો જોજન દૂર રહેવું પડે છે,
ભલે ને હૈયે પ્યાર ભરપૂર હોય છે.
ઈશ્વરે ચીંધેલા માર્ગે પર ચાલે માનવી,
તો ઈશ્વર ક્યાં એનાથી દૂર હોય છે !
બીજા માટે જીવતા માનવીના મનમાં ક્યાં કદી અજંપો હોય છે !
એની રાહમાં તો સૌએ પાથરી દુઆની ચાદર હોય છે.
સાચ ને નથી આવતી કદી આંચ ,
ભલે મોડું મળે, ફળ હંમેશા મીઠું મળે છે,
એ બંદા પર હમેશાં ઈશ્વરની મીઠી નજર હોય છે.
