STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પ્રભુ તું

પ્રભુ તું

1 min
208

પ્રભુ તું શરણાગતને સંભાળ,

આવ્યો છે શરણે આજે બાળ,


થાક્યો દુનિયાના પ્રપંચોથી,

હાલકડોલક જીવનનૈયાથી,

પ્રભુ તું આફત પાછી વાળ,


મારે છે સર્વસ્વ પ્રભુ તું !

મારે છે ગૌરવ પ્રભુ તું,

પ્રભુ તું હાથ ફેરવ હેતાળ,


હે હરિવર, ઝાઝું શું કહેવું,

નિશિવાસર આશરે રહેવું,

પ્રભુ તું ક્યાંક નમાવને ડાળ,


છે દરશનની એક અભિલાષા,

તુજવિણ વીત્યા વર્ષો ખાસ્સા,

પ્રભુ તું પાણી પહેલાંની પાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational