STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ખુશીની દુકાન

ખુશીની દુકાન

1 min
360

દુનિયા પર ખોલી ઈશ્વરે ખુશીની દુકાન,

મળે છે અહી ફ્રીમાં હસી,ખુશી, આનંદની મિષ્ટાન્ન;

અહી આનંદ સાથે શાંતિ છે સાવ ફ્રી,

પરંતુ માનવી ને ક્યાં કિંમત છે એની જરી.


ગાડી, બંગલા, સોનામાં ખુશી શોધે એનું મન,

એતો દુન્યવી સંપતિ મેળવવામાં બન્યો મગન;

ઈશ્વરે તો આપ્યું છે જીવન સાથે ખુશી અને હાસ્ય,

પણ આ માનવી ક્યાં સમજે છે એનું મૂલ્ય !


સપના જોવા આપી ઈશ્વરે આપી  આંખો,

સફળતાના ગગન ને ચૂમવા બુદ્ધિ રૂપી આપી પાંખો;

કુદરતે તો જિંદગી સાથે ફ્રીમાં આપ્યો આનંદનો અવસર,

પણ માનવી જાતેજ કરે છે હૈયાની દીવાલ પર દુઃખોનું ચણતર.


અમૂલ્ય જીવન આપ્યું, જીવવા માટે આપી હૈયે ઉમંગ અને આશ,

તોયે પૈસા પૈસા કરતો માનવી બને નિરાશ;

ઈશ્વરે તો આપી મજાની શારીરિક તંદુરસ્તી,

માનવી ચાહે તો ભગાવી શકે સુસ્તી,

પણ ખોટી દોડ દોડ કરી લાવે નાદુરસ્તી.


માનવી કરી નાખે છે એવી ભૂલ,

એનું જીવન બની જાય છે ધૂળ;

ઈશ્વરે ધરતી પર ખોલી ખુશીની દુકાન,

જો સમજી લે માનવી, તો મનથી બની જાય ધનવાન.


માનવી ધનનાં નશામાં બન્યો ચકચૂર,

એટલેજ ખુશીના સપના એના થયા ચકનાચૂર;

ઈશ્વરે તો ધરતી પર ખોલી છે ખુશીની દુકાન,

પરંતુ માનવીએ તો પોતે જાતે જ કર્યું છે ઉદાસી તરફ પ્રસ્થાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational