કોડિયું
કોડિયું
કાચી માટીનું કોડિયુ બોલ્યું,
હું તો બોલુ બોલું ને મૌન થાવ.
મારો આત્મા જ મારો જલતો દીવો,
પવનની સાથે ઓલવાઈ જાવ.
પવનની આછી લહેરખીમાં વિંઝાતા
પવને બૂઝાતો બૂઝાતો પ્રગટી જાવ.
હુ નાનકડો મારુ નામ પણ નાનુ,
કયારેક અંધારામાં ઉજાસ પાથરુ.
