STORYMIRROR

Umesh Tamse

Inspirational Others

3  

Umesh Tamse

Inspirational Others

ભીતર ભરી જો

ભીતર ભરી જો

1 min
545


હૃદયની બધી વાત આજે કરી જો,

તું ખુદને પ્રભુના ચરણમાં ધરી જો.


જગતમાં ઘણું માન મળશે તને પણ,

ખરો પ્રેમ તું તારી ભીતર ભરી જો.


ને જો જાણવું હોય સાચા ધરમને,

જરા ધ્યાનથી વૃક્ષની ચાકરી જો.


જીવન એક ઉત્સવ છે માણી તું લેજે,

નહીં આવશે આ સમય પણ ફરી જો.


આ જગમાંથી નફરત બધી દૂર થાશે,

ફકત પ્રેમથી ખુદને તું પાથરી જો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational