તારા ખોળામાં થોડું રમી લઉં
તારા ખોળામાં થોડું રમી લઉં
લાવ તારા ખોળામાં હું થોડું રમી લઉં,
પડેલા પાંચ પાંચીકા ફરી ભેરા કરી લઉં.
લાવ તારી હથેળીમાં મૂકીને મારો ગાલ,
તારા શીતળ હાથમાં મુખ બોળી લઉં.
સમાવી લે તારી સાડીના પાલવમાં,
હું યે તારા વ્હાલપનો દરિયો ડહોળી લઉં.
પકડીને તારી આંગળી જોયું જગત આખું,
તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં.
હરિને પણ સુખ તારું દોહ્યલું લાગતું હશે,
હું તો તને જ મારા ભવનો હરિ બનાવી લઉં.
