STORYMIRROR

Tanvi Tandel

Inspirational Others

3  

Tanvi Tandel

Inspirational Others

મારે ઉડાડવો રે પતંગ

મારે ઉડાડવો રે પતંગ

1 min
884


રંગબેરંગી ફૂલો આજ ખીલ્યાં આકાશમાં

આવ્યો ઉતરાયણનો અવસર રે !

આભમાં ઉડાડવો મારે પતંગ રે !


હૈયે ઉમંગ ને મનગમતો સંગ લઈ,

સ્નેહના તાંતણે બાંધી લઉં દોર રે.

વ્હાલમની ફિરકીમાં ઉકેલી હું ગૂંચો,

મારી લઉં થોડો ડીજે પર ઠુમકો રે.

લાડુ,ચીકીની મીઠાશ ને ઊંધિયાનું શાક લઈ,

આભમાં ઉડાડવો મારે પતંગ રે.


ધાબા ઉપર કરીને કબજો

વાયરાને કરું લાખ અરજો.

આભમાં ઉડાડવો મારે પતંગ રે.


ષડરિપુ ભલે આવી પડે જોશમાં

ઝોલ નાખીશું ને થોડું ખેંચીને હાથોના કસબથી

જોડાજોડ કરીશું આજ એનો સામનો રે,

આભમાં ઉડાડવો મારે પતંગ રે.


પાડીશું ભેળાં દોર કાપ્યા ની બૂમો રે.

કરવું આજ નભ ઉપર રાજ રે.

આભમાં ઉડાડવો મારે પતંગ રે.


પ્રેમી તરંગ થકી કંડીલ મોકલશું,

બે ઘડી તારલિયા જેમ ચમક્યાનો ને

નિજ સ્વપ્નાં પ્રભુને સમર્પિત કર્યા ના,

આનંદ ની અનુભૂતિ લઈશું રે.

આજે.. આભમાં ઉડાડવો મારે પતંગ રે..



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational