દાંપત્ય
દાંપત્ય
પ્રેમની સાચી પરિભાષા દાંપત્ય,
ખટમીઠી યાદો ની રંગત દાંપત્ય,
સ્વાભિમાન એકબીજાનું સાચવવાની રીત દાંપત્ય,
દિલની વાત ઈશારાથી સમજાય એ દાંપત્ય,
અંગત નહિ... હમસફરની જાળવણી દાંપત્ય,
પ્રણય પુષ્પ થકી જીવનને સુગંધિત બનાવતું દાંપત્ય,
નયનોમાં નજારા સ્વરૂપે કેદ રહેવાનું ગમતું બંધન દાંપત્ય,
જીવનના આ રંગમંચમાં સૌથી મોટું અભિનય પાત્ર દાંપત્ય,
મળે જો સાચો હમરાહી તો મ્હેકે દાંપત્ય.
