STORYMIRROR

Tanvi Tandel

Children Stories Inspirational

4  

Tanvi Tandel

Children Stories Inspirational

વેકેશન

વેકેશન

1 min
600

 બાળ ગુંજન સપ્તરંગી ના સંભળાશે રે,

ભૂલકાઓ મામાં ઘરે રમઝટ બોલાવશે રે..


 શાળાઓ સુની સુની લાગશે રે...

 પડ્યું વેકેશન....પડ્યું વેકેશન...


સબવે સર્ફર્સ, કેન્ડી ક્રશ ને ટાટા બાય બાય કરી,

સતોડિયું, આંબલી પીપળી, સંતાકૂકડી સંગ કૂદજો રે.


મૂકી મોબાઈલ મિત્રો સાથે આનંદોત્સવ ઉજવજો રે.

મમ્મી પપ્પા પાસે સમય ફરવાનો કઢાવજો રે.


દાદા દાદીના વાર્તા વિશ્વમાં વિહરી,

ચાંદામામાના દેશે પ્રવાસ ખેડજો રે.


પડ્યું વેકેશન મજાનું પડ્યું વેકેશન...

અભ્યાસ ભલે મૂકો બાજુ પર,

થોડું ઈતર વાંચન કરજો રે.


મનગમતી પ્રવૃત્તિમાં સમય વિતાવી,

પતંગિયાની જેમ પોતાની પાંખે વિહરજો રે.


ઘરકામ થોડું થોડું કરી,

રસ પુરીની લહેજત પેટ ભરીને માણજો રે.


શાળામાં ફરી વહેલા વહેલા આવજો રે.

પડ્યું વેકેશન મજાનું પડ્યું વેકેશન.


Rate this content
Log in