STORYMIRROR

Tanvi Tandel

Thriller

4  

Tanvi Tandel

Thriller

ગરવું ગુજરાત

ગરવું ગુજરાત

1 min
279

સદાકાળ ઉત્સવનો માહૌલ જ્યાં,

ગરબાની રમઝટ બારેમાસ રે...

આ છે આપણું ગરવું ગુજરાત !


સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદારને જોવાનો અવસર ના ચૂકાય.

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક એ ગાંધીજી ને અમર બનાવાય.

ગીરના સાવજની ગર્જના એ ગુંજન વિકરાળ સંભળાય,

વિશાળ દરિયાની શીતળતા એ અહી અનુભવાય,

આ છે આપણું ગરવું ગુજરાત !


રાજકોટના બરફ-ગોલા મુંબઈ પાર્સલ મંગાવાય,

વલસાડી આફૂસ ને જૂનાગઢી કેસર કેરીઓ વિદેશમાં વખણાય.

સુરતી લોચો ને ઊંધિયાની લહેજત ના ચૂકાય,

ફાફડા જલેબી સાથે ભજીયા-મરચા પેટ ભરીને જ ખવાય.

આ છે આપણું ગરવું ગુજરાત !


કેમ છો પૂછી જમીનેજ ઘરેથી મોકલાય,

મહેમાનને અહી પ્રેમથી આવકારાય....

આ છે આપણું ગરવું ગુજરાત !


ડાકોરમાં રણછોડ ને પાવાગઢે મહાકાળી બિરાજે,

ગિરનાર તળેટી સમીપે અંબાજીની પરિક્રમા થાય.

નરસિંહ મહેતા જેવા અનેક સાહિત્યકારોથી સમૃદ્ધ,

 ગુજરાતી ભાષાના પુસ્તકોની મ્હેંક પણ અહી રેલાય.


સાબરમતી રિવર ફ્રન્ટ પર અમદાવાદી તાસીર ને,

નર્મદા, તાપી સંગ પૂજા અર્ચના એ કરાય છે.

વાયબ્રન્ટ પતંગોત્સવ સાથે રણોત્સવની મજા,

ગરવા ગુજરાતમાં પળેપળ આનંદોત્સવ અનુભવાય....

આ છે આપણું ગરવું ગુજરાત !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller