માણસ
માણસ
મારૂં શહેર કીડીઓની જેમ માણસોથી ઉભરાય છે,
બસ એ અમથું અમથું મહોબ્બતથી ગભરાય છે !
મારા શહેરમાં વધતી જાય છે રોજ રોજ આબાદી,
માણસનું તો નામ જ છે ને બસ માથા ઉમેરાય છે !
બીજા માટે તો શું ખુદ માટેય સમય નથી કોઈને,
સમયને નાથવા જ કસમયે સમય વપરાય છે !
મોહરા ઉપર મહોરાં ને ખોવાયા અસલી ચહેરા,
ખુદ દંભ પણ હવે માણસ માત્રથી શરમાય છે !
નજરમાં હરખ નથી, હામ નથી કોઈ હૈયામાં હવે,
ખોટા શિષ્ટાચારના રવાડે આ માણસ હરખાય છે !
હેબતાઈ ગયો અરીસો અચાનક જ મને જોઈને,
માણસ પણ માણસ જેવો હવે ક્યાં વરતાય છે !
'પરમ' ને છોડી પતન થયું પ્રગતિ થકી માણસનું,
પછી રોજ રોજ 'પાગલ' થઈ માણસ પસ્તાય છે !
