STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy Inspirational

4  

'Sagar' Ramolia

Tragedy Inspirational

વિધવા ભાગ-૪ સાસુ-સસરા

વિધવા ભાગ-૪ સાસુ-સસરા

1 min
686

(રાગ-અંબાનો ગરબો ગાવા તું જાને માના પાયે)


આવતાં હતાં આંખોમાં આંસુ,

એ લૂછી નાખતાં મારાં સાસુ.

     કરમાયેલા ફૂલને હૈયે લગાડતાં,

     સમજાવીને તેઓ ધીરજ પાઠવતાં.


સાસુથી અદકેરા સસરા,

મારા મનના કાઢે કચરા.

     દુઃખી થયેલી મારા દુઃખને ભગાડતા,

     શાંતિ આપીને મારું જીવન સજાવતા.


ધૈર્યનાં મૂર્તિ મારાં સાસુજી,

એનો બોલેબોલ માન્‍ય રાખુંજી.

     દિલાસો આપીને મારાં મનડાં ડોલાવતાં,

     ‘વહુ-બેટા' કહીને તેઓ મને બોલાવતાં.


આ સસરા મારા બહુ સારા,

કદી' કાઢે નહિ વેણ ખારા.

     મીઠું મીઠું બોલી મારાં મનડાં ડોલાવતા,

     ‘દીકરી, દીકરી' કહીને મને બોલાવતા.


છે આવાં રૂડાં સાસુ-સસરા,

સાલવા ન દે પિયુનાં ગામતરાં.

     હર દિન મુજ પર હેત રાખતાં,

     સંસ્‍કારો થકી ઘરને મહેકાવતાં.


નિત્‍ય કરે પ્રભુજીની ભકિત,

પ્રભુ આપે ધૈર્યની શકિત.

     પળેપળ પ્રભુનું નામ મુખે રાખતાં,

     કથા-વાર્તાઓ તેઓ સૌને સંભળાવતાં.


જેના ગત જન્‍મનાં પુણ્‍ય ફળે,

એને સાસુ-સસરા આવાં મળે.

 આવતાં હતાં આંખોમાં આંસુ,

એ લૂછી નાખતાં મારાં સાસુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy