વાત શેની ?
વાત શેની ?


આમ તો અંતરને માપવાની વાત છે,
બલીના બકરા ફસાવવાની વાત છે.
આધુનિક હનુમાન રહે કેમ પાછળ ?
સરકારી બસોને બાળવાની વાત છે.
કોઈને પ્રેમમાં પાડી દુ:ખ દેતી લૈલા,
બીજા મજનૂ સાથે ભાગવાની વાત છે.
પેલો જણ દોડતો ને આ પણ દોડે છે,
વચ્ચે પગ નાખી પછાડવાની વાત છે.
‘સાગર’ પત્ર પણ કયાં સીધા પહોંચે છે ?
બલા-સા વચેટિયા રાખવાની વાત છે.