STORYMIRROR

Pravina Avinash

Inspirational Comedy Classics

3  

Pravina Avinash

Inspirational Comedy Classics

ડુંગળી

ડુંગળી

1 min
24.9K


ડુંગળી તું દીસે સોહામણી,

તારી કાયા નાજુક કુમળી.

તું મિનિસ્ટરોમાં જઈ ભળી,

તાજી હોય તો લાગે કળી.

સલામ કરું તને લળીલળી,

ગુણકારી સરગવાની ફળી.

તને તેલમાં મૂકી તળી,

ભલે ગંધાય છતાં ગળી.

આમ જનતા આરોગે રળી,

બદામ પિસ્તા ગયા છળી.

તારા સ્થાનેથી ના ચળી,

ધનવાનોની સંગે જઈ ભળી.

દગો દઈ દેશદ્રોહીઓને મળી,

શેતાનોએ ગોટાળા કરી સળી.

હૈયું મારું ગયું બળી,

રડી ઊઠી આંતરડી કકળી.

સર્જનહારને દ્વારે આવી લળી,

ગરીબોની કસ્તુરી પાછી વળી,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational